Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

કન્યા કેળવણીમાં ગુજરાતની પડતી..

શાળાઓમાં વિધાર્થીઓ કરતાં વિધાર્થિનીઓની સંખ્યા ઓછી


એક તરફ રાજય સરકાર કન્યા કેળવણી મહોત્સવને ભારે સફળ ગણાવી રહી છે જયારે બીજી તરફ રાજયની શાળાઓમાં વિધાર્થિનીઓની પ્રવેશની સંખ્યા ઘટી રહી છે. એક અભ્યાસ મુજબ રાજયની પ્રાથમિક શાળાઓમાં દર ૧૦૦ વિધાર્થીઓએ વિધાર્થિનીઓની સંખ્યા ૮૮ છે, જયારે આ ટકાવારીમાં રાષ્ટ્રીયસ્તરે કન્યાની સંખ્યા ૯૩ની છે.

નેશનલ યુનિવસિર્ટી ઓફ એજયુકેશનલ પ્લાનિંગ એન્ડ એડ્મિનિસ્ટ્રેશન દ્વારા ચાલુ વર્ષે બહાર પડાયેલા આંકડા અનુસાર છેલ્લાં કેટલાંય વર્ષોથી ગુજરાતમાં ‘ગર્લ એનરોલમેન્ટ રેશિયો’ સતત ઘટી રહ્યો છે. બાળકોની સરખામણીમાં પ્રાથમિક સ્તરે તેમજ માઘ્યમિક સ્તરે (ધોરણ એકથી નવ)ના વિધાર્થીઓની સંખ્યાની સરખામણીમાં વિધાર્થિનીઓની સંખ્યા ઓછી છે.

ગુજરાત માટે જેન્ડર પેરિટી ઇન્ડેકસ (જીપીઆઇ) પ્રાથમિક શાળાઓમાં ૦.૮૮ ટકાના નીચા દરે છે, જે સૂચવે છે કે પ્રાથમિક શાળાઓમાં દર ૧૦૦ વિધાર્થીએ માત્ર ૮૮ કન્યા અભ્યાસ કરી રહી છે. દેશનાં ૩૫ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૨૮માં પ્રાથમિક શિક્ષણ ખાતે કન્યાઓની ટકાવારી નીચી છે, જયારે ૩૦ રાજયોમાં માઘ્યમિક- ઉરચત્તર માઘ્યમિક શાળાઓમાં કન્યાઓની સંખ્યા ગુજરાત કરતાં વધુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શાળાઓમાં કન્યાઓનો પ્રવેશ વધે તે માટે રાજય સરકારે કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરી હતી, જે ગયા વર્ષે સમાપ્ત થઈ હતી. તેને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો.

સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, ત્રણ દિવસના શાળા ભરતી અભિયાનના અંતે ધો. એકમાં પાંચ વર્ષથી વધુ વયનાં કુલ ૫.૬ લાખ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો, જેમાં ૨.૭ લાખ કન્યા અને ૨.૯૬ લાખ બાળકો (છોકરાઓ)નો સમાવેશ થાય છે.

યાદીમાં જણાવાયું છે કે, નીચો મહિલા સાક્ષરતા દર ધરાવતાં ગામડાંઓમાં ૧૫ મંત્રીઓ અને આઇએએસ, આઇપીએસ, આઇએફએસ અને સચિવકક્ષાના ૬૨૯ અધિકારીઓએ કન્યાકેળવણી રથયાત્રામાં ભાગ લીધો હતો. આ રથયાત્રામાં રાજયની ૨૭૦૦૦ શાળાઓને આવરી લેવાઈ હતી.