Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]
શ્રેણીઓ
મોબાઇલ સામે તબિબોની વોર્નિગ..  (1)  RSS feed
મોબાઇલ સામે તબિબોની વોર્નિગ.. વર્ષે ૧૨૦થી વધુ અમદાવાદીઓ મોબાઇલના કારણે આંશિક બહેરાશના શિકાર, મોબાઇલ પર સતત પંદર મિનિટથી વધુ વાત કરતા લોકો ચેતે.. એકબીજા સાથે સતત સંપર્કમાં રહી શકાય તે માટે અતિ મહત્ત્વના બની ગયેલા મોબાઇલ ફોનને કારણે બીમારી ફેલાવાનાં ચોંકાવનારાં તારણો બહાર આવ્યાં છે. તબીબોના જણાવ્યા અનુસાર ફકત અમદાવાદમાં જ મોબાઇલના કારણે વર્ષે ૧૨૦થી વધુ લોકો આંશિક બહેરાશના શિકાર થાય છે. મોબાઇલ ફોન પર શેરના સોદા કરવામાં વ્યસ્ત રહેતા શેરબ્રોકરો તબીબો સમક્ષ બહેરાશની સૌથી વધુ ફરિયાદ કરતા હોવાનું બહાર આવ્યું છે. મોબાઇલના રિંગટોન સામે વોિર્નંગ ટોન આપતા અમદાવાદના અગ્રણી ઈ.એન.ટી. સર્જનો અને ન્યુરોલોજીસ્ટોએ જણાવ્યું કે, મોબાઇલ પર દરરોજ છ કલાકથી વધુ વાત કરનારાઓને સૌથી વધુ નુકસાન થાય છે. મોબાઇલ ફોનના સતત સંપર્કમાં રહેતા લોકોમાં ૧૫ મિનિટથી વધુ સમય સુધી વાત કરતા લોકોને ‘ટેમ્પરરી થ્રેસોલ્ટ સેફટ (થોડા સમય માટે બહેરાશ) તેમજ પાંચ વર્ષ બાદ ‘પરમેનેન્ટ થ્રેસોલ્ટ સેફટ (બહેરાશ) આવવાની આશંકા વધી જતી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના પ્રોફેસર અને વડા ડો. રાજેશ વિશ્વકર્માએ જણાવ્યું હતુ કે મોબાઇલના વધુ પડતા ઉપયોગને કારણે માથું અને કાનના દુખાવાની ફરિયાદ કરતા દર મહિને આઠથી દસ જેટલા કેસ નોંધાય છે. મોબાઇલ પર વાત કરતી વખતે કાનમાં જતી મિકેનિકલ એનર્જીને ઇલેકિટ્રકમાં કન્વર્ટ કરતા કોકિલિયરમાં આવેલા હેરસેલને ડેમેજ કરે છે. આ વાતને સમર્થન આપતાં નરોડાના ઇ.એન.ટી. સર્જન ડો. કે. જી. ગુપ્તાએ જણાવ્યું હતુ કે મોબાઇલના વધુ પડતા ઉપયોગથી કાનમાં અવાજ આવવો, ઓછું સંભળાવવું અને લાંબા સમયે બહેરાશ પણ આવી શકે છે. મોબાઇલના વધારે પડતા ઉપયોગથી ફકત સગર્ભાને જ નહીં પણ સામાન્ય વ્યકિતને પણ લાંબા ગાળે મુશ્કેલી થઈ શકતી હોવાની વાતની ગંભીરતા દર્શાવતાં ન્યુરોલોજિસ્ટ ડો. જિતેન્દ્રસિંઘ જણાવે છે કે, ‘મારી પાસે મહિને બે-ત્રણ કેસ એવા આવે છે કે જેમને વધુ પડતા મોબાઇલના ઉપયોગને લીધે માથાનો દુખાવો રહેતો હોય છે. ખાસ કરીને આ પ્રકારની તકલીફ યુવાનો અને શેરબ્રોકરમાં વધારે જૉવા મળે છે, પરંતુ આ પ્રકારના કેસ મોબાઇલને લીધે જ થતા હોય તેવું તબીબી ક્ષેત્રે પ્રૂફ થયું નથી. મોબાઇલના વધુ પડતા ઉપયોગથી લોકોના સંપર્કમાં તો રહી જ શકાય છે પરંતુ હવે તબીબોની આ ચેતવણીને ગણકારવામાં નહીં આવે તો બીમારીના સંપર્કમાં પણ રહેવું પડશે.

ગુજરાત (1)  RSS feed
ગુજરાત ગુજરાતમાં દેશ ભક્તિની પ્રવૃત્તિઓ 19મી સદીમાં શરૂ થઇ હતી અને કવિ નર્મદે ગુજરાતમાં રાષ્ટ્ર જાગૃતિ જગાવી. દાદાભાઇ નવરોજીએ મુંબઇ અને ગુજરાતમાં આર્થીક તથા રાજકીય ક્ષેત્રે પ્રજાને જાગૃત કર્યા. 1871માં સૂરત અને ભરૂચમાં તથા 1872માં અમદાવાદમાં પ્રજાસમાજ નામની રાજકીય સંસ્થા સ્થપાઇ હતી.મુંબઇમાં 1885ના ડિસેમ્બરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરવામાં ગુજરાતીઓએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. આ કોંગ્રેસમાં ગુજરાતી આગેવાન દાદાભાઇ નવરોજી, ફિરોજશાહ મહેતા, દિનશા વાચ્છા, ડો. હરિ હર્ષદ ધ્રુવ, અંબાલાલ દેશાઇ વગેરે હતા. 1902માં અમદાવાદમાં કોંગ્રેસનું મહાઅધિવિશન ભરાયું તે ગુજરાત સભાને આભારી અને તેમાં જનતામાં રાષ્ટ્રીય જાગૃતિનો સંચાર જગાવ્યો.

ઉત્તર ગુજરાત  (1)  RSS feed
ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતમાં ૫૦,૦૦૦ કરોડનું રોકાણ થશે.. પાણી અને વરસાદની અછત ધરાવતા તેમજ ઉત્તરપશ્ચિમ ભાગમાં નાના રણનો વિસ્તાર ધરાવતા આ ભાગમાં હવે અદ્યોગિક પ્રવૃત્તિઓનો એક નવો જ સૂરજ ઉગે એવી સ્થિતિનુ નિર્માણ દિલ્હીમુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડીએમઆઇસી)ના કારણે નિર્માણ થયું છે. ડીએમઆઇસીના આ પટ્ટામાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સિધ્ધપુર, પાલનપુર તેમજ અમદાવાદધોલેરા પટ્ટાનો સમાવેશ થાય છે અને તેના વિકાસ માટેની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરાઇ છે. આ ઔદ્યોગિક રીતે પછાત સૂચિત પટ્ટામાં અંદાજે રૂ.૫૦,૦૦૦ કરોડના રોકાણની સંભવના વ્યક્ત કરવામાં આવી છે. તેનાથી ત્રણ લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થશે.

મધ્ય ગુજરાત (1)  RSS feed
મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતના આણંદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા તથા વડોદરા જિલ્લાની કુલ ૪૧ બેઠકમાંથી કોંગ્રેસે ભાજપના ગઢની ૨૦ બેઠકમાં ગાબડું પાડ્યું હતું.

દક્ષિણ ગુજરાત (0)  RSS feed
દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, વલસાડ અને નવસારી તેમજ ડાંગને આવરી લેતા સમાચારોનો વિશાળ ભંડાર આવેલો છે..

કચ્છ (0)  RSS feed
કચ્છ કચ્છ પશ્ચીમ ભારતના રાજ્ય ગુજરાતનો સૌથી મોટો જીલ્લો છે. ૪૫,૬૧૨ કી.મી.૨ ના ક્ષેત્રફળ વાળો કચ્છ જીલ્લો લેહ પછી ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો જીલ્લો છે. એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા સંસ્કૃતી કચ્છમાં ખડીર પ્રદેશમાં આવેલ છે. જ્યારે જીલ્લાનું વહીવટી મથક ભુજ છે. કચ્છની ઉત્તરે પાકિસ્તાન, પશ્ચીમે અરબી સમુદ્ર છે. દક્ષીણે કચ્છનો અખાત કચ્છને કાઠીયાવાડથી જુદો પાડે છે. કચ્છનો ઉત્તર તથા પૂર્વ ભાગમાં કચ્છનું રણ(અનુક્રમે મોટું અને નાનું) છે. કચ્છમાં લગભગ ૯૫૦ ગામો છે. કચ્છના તાલૂકાઓ - ભુજ, અંજાર, માંડવી, મુન્દ્રા, બડાસા-નળિયા, લખપત, રાપર, ભચાઉ, નખત્રાણા, ગાંધીધામ. કચ્છમાં કચ્છી તથા ગુજરાતી ભાષાઓ વપરાય છે. તાલુકા ૧૦ છે. અબડાસા, માંડવી, ભુજ, મુન્દ્રા, અંજાર અને રાપર એમ ગુજરાત વિધાનસભાની છ ધારાસભ્યની સીટો છે. ઇતિહાસ - મળી આવેલા અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સીંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ૧૮૧૫માં કચ્છ બ્રીટીશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને princely state તરીકે કચ્છના મહારાજાએ બ્રીટીશ સત્તા સ્વીકારી. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના "મહાગુજરાત" રાજ્ય નો એક જીલ્લો બન્યો. ૧૯૪૭માં ભારતનાં વિભાજન પછી, સીંધ અને કરાંચીનું બંદર પાકીસ્તાન હેઠળ ગયું. સ્વતંત્રત ભારત સરકારે કંડલામાં અધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા પશ્ચીમ ભારતનું એક મહત્વનું બંદર છે. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. નવેમ્બર ૧, ૧૯૫૬ નાં, કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યો. અદ્યતન ઇતિહાસમાં જુન ૧૬, ૧૮૧૯નો કચ્છનો પહેલો ધરતીકંપ નોંધાયેલ છે. જાન્યુવારી ૨૬, ૨૦૦૧માં આવેલ પ્રચંડ ધરતીકંપ ૨૦૦૧ ગુજરાત ધરતીકંપનું કેન્દ્ર કચ્છમાં આવેલું હતું. કચ્છનાં ૧૮૫ વર્ષોના નોંધાયેલા ભૂસ્તરશાસ્ત્રીય ઇતિહાસમાં આ સૌથી તીવ્ર ધરતીકંપ હતો.

સૌરાષ્ટ્ર  (0)  RSS feed
સૌરાષ્ટ્ર રાજકોટ, ભાવનગર, અમરેલી, પોરબંદર, જામનગર, જૂનાગઢ વગેરે જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. આ તમામ જિલ્લાના સમાચારો અને આર્ટિકલોને પ્રસિદ્ધ કરવામાં આવશે.

રાજધાની ગાંધીનગર-અમદાવાદ (0)  RSS feed
રાજધાની ગાંધીનગર-અમદાવાદ ગુજરાતની રાજધાની ગાંધીનગર અને અમદાવાદને આવરી લેતા સમાચારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચારો (0)  RSS feed
રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચારો ગુજરાતને લગતા રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સમાચારોનો સમાવેશ કરવામાં આવે છે. જેમાં તમામ પ્રકારના રાજકીય અને વિવિધ સમાચારોને આવરી લેવામાં આવે છે.

ક્રિકેટ, આઇપીએલ અને અન્ય રમતો (1)  RSS feed
ક્રિકેટ, આઇપીએલ અને અન્ય રમતો સ્પોર્ટ્સ રીલેટેડ સમાચારોનો સમાવેશ થશે.