Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

આણંદ-વિધાનગરમાં સર્પ નીકળવાના વધતા બનાવ


ચોમાસાનો પ્રારંભ થતાં જ ઠેર-ઠેર સર્પોનીકળવાના બનાવો વધી જવા પામ્યા છે. આણંદ - વિધાનગર બાકરોલ વિસ્તારમાંથી એક દિ’ માં એક ઝેરી અને ત્રણ બિનઝેરી મળીને ચાર સર્પોસર્પપ્રેમી રાજેશ શર્મા દ્વારા પકડવામાં આવ્યા હતા.

શહેરી વિસ્તારમાં ઘરમાં દેખા દેતાં સર્પોથી લોકોમાં ભયનું વાતાવરણ પ્રસરી જવા પામ્યું છે, ત્યારે સર્પપ્રેમી રાજેશ શર્માનું કહેવું છે કે સાપ એ અાપણો મિત્ર છે. તેને મારી નાંખવાની કોઇ જરૂર નથી.

મંગળવારે પાંચથી છ કલાકના સમયગાળાના જ રાજેશ શર્માએ ખડચીતરો ( રતન વાઇપર), કોબ્રા, ધામણ અને આંધળી ચાકરણ નામના ચાર સર્પોજુદી જુદી જગ્યાએથી પકડી પાડયા હતા. તેમજ ગઇકાલે ત્રણ સર્પ પકડયા હતા.

આ મહિનાના ૧૭ દિવસમાં તેમણે ૨૫થી વધુ સર્પ પકડયા હોવાનું જણાવ્યું હતું. રાજેશ શર્માએ જણાવ્યું કે ચોમાસાનો પ્રથમ વરસાદ થઇ જતાં વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધી ગયું છે. જેના કારણે ભૂગર્ભમાં ભરાઇ રહેતા સર્પ બહાર નીકળી આવે છે. જેઓને પકડીને સાંજ ઢળતાં જ સુરક્ષિત સ્થળે છોડી આવું છે. કારણકે અંધારામાં તેને સંતાઇ જવા સમય મળે છે. તેમજ રાત્રિના લોકોની બહુ ખાસ અવરજવર ન હોવાથી તેમણે કોઇ નુકસાન પહોંચાડે નહી.

મંગળવારે રાધા બિલ્ડર્સ પાસે આવેલ ઝાડ પરથી તેમણે ધામણ પકડી હતી.જેના વિશે તેમણે જણાવ્યું કે ધામણ બિનઝેરી હોઇ તેને મારી નાંખવાની કોઇ જરુર નથી. તે ડંખ મારે તો દવાખાને જવાની પણ જરૂર પડતી નથી. પરંતુ પીળુ એટલે ઝેરી હોવાનું સમજીને લોકો તેને મારી નાંખતા હોય છે. જયારે તે સાચા અર્થમાં પ્રજાની મિત્ર છે. આ ઉપરાંત તેમણે અંધારામાં ૮૦ ફૂટ રોડ પર આવેલી એક સોસાયટીના મકાનમાંથી આંધળી ચાકરણ પકડી લાવ્યા હતા.

જયારે બાકરોલ - વડતાલ રોડ પર આવેલ સોસાયટીમાંથી ક્રોબા મળી આવ્યો હતો. જે ગુજરાતમાં જોવા મળતાં ચાર ઝેરી સાપ પૈકીનો એક છે. જેના વિશે રાજેશ શર્માએ જણાવ્યું કે ક્રોબાનો ડંખ ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. જે વ્યકિતને મોતને ભેટે છે. ક્રોબા વ્યકિતના શરીરના જે ભાગે ડંખ મારે ત્યાંથી સડો શરૂ થાય છે જે ધીમે ધીમે આખા શરીરમાં ફેલાય છે. નસો ફાટી જાય છે. કાન નાકમાંથી લોહી નીકળે છે. સોજા આવવાથી શરીર ફૂલી જાય છે. અને અંતમાં વ્યકિત મોતને ભેટે છે.

આ ઉપરાંત ખડચિતરો (રતન વાઇપર) નામનો સર્પ વિધાનગર પાસેથી પસાર થતી નહેર પર વસતાં ભરવાડોના મકાનમાંથી મળી આવ્યો હતો. જેના વિશે કહેવાય છે કે તે ફૂંક મારે તે શરીરનો ભાગ કહોવાઇ જાય છે.

તે ખોટી બાબત છે. તેના વિશે વધુ જણાવતાં રાજેશ શર્માએ કહયું કે તેનું એક અંગ્રેજના નામ પરથી રતન વાઇપર નામ પડયું હતું. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન રતન નામના એક અંગ્રેજ સાપનો શોખીન હતો. તેને પીળાશ પડતા એક અજગરને રતન વાઇપર નામ આપ્યું હતું. જેને ગુજરાતીમાં ખડચિતરો કહેવાય છે.

આ ચારેય સર્પોને દિવસ દરમિયાન ઠંડકમાં રાખીને સાંજ ઢળતાં જ રાજેશભાઇ સુરક્ષિત સ્થળે છોડી આવે છે. જેથી તેઓને છૂપાવા માટેનો સમય મળી રહે. પરંતુ લોકોએ એક બાબત ખાસ ઘ્યાનમાં રાખવી જોઇએ કે દરેક સાપ ઝેરી હોતા નથી. જેથી તેમનાથી ડરવાની જરૂર નથી.
અસ્વીકરણ