Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

ઉત્તર ગુજરાતના ચારેય જિલ્લાને સુવર્ણ બનાવવાની યોજના..


ઔદ્યોગિક અને આર્થિક દ્દષ્ટીએ સમૃધ્ધ ગુજરાતમાં ઉત્તરનો ભાગ મોટાભાગે બાકાત રહેલો છે. પાણી અને વરસાદની અછત ધરાવતા તેમજ ઉત્તરપશ્ચિમ ભાગમાં નાના રણનો વિસ્તાર ધરાવતા આ ભાગમાં હવે અદ્યોગિક પ્રવૃત્તિઓનો એક નવો જ સૂરજ ઉગે એવી સ્થિતિનુ નિર્માણ દિલ્હીમુંબઇ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડીએમઆઇસી)ના કારણે નિર્માણ થયું છે. ડીએમઆઇસીના આ પટ્ટામાં ઉત્તર ગુજરાતના મહેસાણા, સિધ્ધપુર, પાલનપુર તેમજ અમદાવાદધોલેરા પટ્ટાનો સમાવેશ થાય છે અને તેના વિકાસ માટેની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરાઇ છે. આ ઔદ્યોગિક રીતે પછાત સૂચિત પટ્ટામાં અંદાજે રૂ.૫૦,૦૦૦ કરોડના રોકાણની સંભવના વ્યક્ત કરવામાં આવી છે. તેનાથી ત્રણ લાખ લોકોને રોજગારી પ્રાપ્ત થશે.

ડીએમઆઇસીના ઉત્તર ભાગના પટ્ટામાં પાલનપુરસિદ્ધપુરમહેસાણા ઔદ્યોગિક વિસ્તારમાં સાંતલપુરને વિકસાવવાની નેમ બ્લ્યુપ્રિન્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ અને અમદાવાદની વચ્ચે આવેલા આ પટ્ટામાં મુન્દ્રા, કંડલા અને પીપાવાવ જેવા બંદરો, દિલ્હી અને મુંબઇને જોડતા રેલવે તથા હાઇવે નેટવર્ક આવેલા છે. સાંતલપુર ઔદ્યોગિક વિસ્તાર ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી)થી માંડ પચાસ કિમી દૂર આવેલો છે. આ વિસ્તાર ૧૧૫ ચોકિમી વિસ્તારમાં પથરાયેલો છે અને વિશાળ પ્રમાણમાં ઔદ્યોગિક હેતુ માટેની ખરાબાની જમીન ઉપલબ્ધ થઇ શકે એમ છે. એટલું જ નહિ અહીં કૃષિ ઉત્પાદન પ્રમાણમાં ઓછું અને વસતિ પણ ઓછી હોવાથી ઔદ્યોગિક વિકાસ માટે અત્યંત સાનુકૂળ છે.

હાલ આ વિસ્તારમાં નર્મદા કેનાલ, ગેસ ગ્રીડ તેમજ ૨૨૦ કેવીનુ સબ સ્ટેશન પણ ઉપલબ્ધ છે. સાંતલપુરની આસપાસમાં રાધનપુર, ચાણસ્મા, શિહોરી, હારિજ, પાટણ, બાલીસણા, સિધ્ધપુર જેવી ૨૩૦ હેક્ટર જમીનમાં પથરાયેલી ઔદ્યોગિક વસાહતો આવેલી છે. આ ઉપરાંત પાલનપુર અને ગાંધીધામ જેવા લોજીસ્ટીક હબ પણ આવેલા છે.આ વિસ્તારમાં પાછલા ત્રણ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ દરમિયાન ૩૩ જેટલા સમજૂતી કરાર થયા છે અને તેમાં ૬.૬૮ બિલિયન યુએસ ડોલરનુ રોકાણ થવાનો અંદાજ મુકાયો છે.

આ રોકાણ ડેરી ફાર્મ, એગ્રો પ્રોસેસિંગ, જીનિંગ યુનિટ્સ, ટેક્સટાઇલ મિલ્સ, મીઠાના અગર અને લોજીસ્ટીક પાર્કનો સમાવેશ થાય છે. સૂચિત પાલનપુર મહેસાણા ઔદ્યોગિક વિસ્તારમાં રૂ.૬૬૦૦ કરોડના રોકાણો સેઝ, બંદર આધારિત એકમો, એગ્રો પ્રોસેસિંગ, આઇટી, આઇઇએસ અને લોજીસ્ટીક પાર્કસમાં થવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. તેનાથી ૫૩,૦૦૦ જેટલા લોકોને સીધી રોજગારી પ્રા થશે.

આ માટે મહેસાણાની ઔદ્યોગિક વસાહતને મેગા ઇન્ડસ્ટ્રિયલ એરિયા તરીકે વિકસાવવાની પણ નેમ વ્યક્ત કરાઇ છે. જ્યારે પાલનપુર અને ગાંધીધામને લોજીસ્ટીક હબની સાથે ટ્રક ટર્મિનલની સાથે ઇન્લેન્ડ કન્ટેનર ડેપો તરીકે વિકસાવાશે. આની સાથે મૂલ્ય વૃધ્ધિત સેવાઓ અને મલ્ટી મોડલ લોજીસ્ટીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતુ કન્ટેનર ફ્રેઇટ સ્ટેશન પણ ઊભું કરાશે. આની સાથે ઇન્ટીગ્રેટેડ ટાઉનશીપ પણ બનાવાશે.અમદાવાદ ધોલેરા ઇન્વેસ્ટમેન્ટ રીજન પણ ઉત્તરના પટ્ટામાં આવતું સૌથી વધુ મહત્વનુ ક્ષેત્ર બની રહેશે.

ભાલ અને ખારાપટ્ટામાં છેક ધોલેરા બંદર સુધીના બંજર વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ શરૂ થતાં જ કુદરતી કોપનો કાયમી ભોગ બનનાર આ વિસ્તારમાં એક નવી જ જીંદગી આકાર લેશે એવી ગણતરી સરકારે મૂકી છે.

મુંબઇ, ભાવનગર અને અમદાવાદ સાથે હાઇવેથી જોડાયેલા આ વિસ્તાર ડીએફસીથી સો કિમી જ દૂર આવેલો છે. રાજ્ય સરકારે આ વિસ્તારને સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન તરીકે જાહેર કરેલો છે અને અદાણી જૂથ તેનો વિકાસ કરનાર છે. ધોલેરા ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે જાહેર કરેલુ હોવાથી તેમજ અમદાવાદ તથા મુંબઇ સાથે તમામ રીતે જોડાયેલા આ વિસ્તારનો અૌદ્યોગિક વિકાસ સૌથી વધારે થાય એવી ગણતરી છે. ૧૧ સેઝ, ૧૦ અૌદ્યોગિક પાર્ક અને ૧૨ અૌદ્યોગિક વસાહતો તેની આસપાસમાં આવેલી છે. ધોલેરામાં ૩૫૦૦ મેગાવોટનો પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે ખાનગી રોકાણકારો સારી તક ઉપલબ્ધ થઇ શકે એમ છે.

સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજન માટે લગભગ ૩૫,૦૦૦ હેક્ટર જમીનની જરૂર રહેશે અને તેમાંથી ૧૪,૦૦૦ હેક્ટર જમીન પ્રોસેસિંગ ક્ષેત્ર માટે તેમજ બાકીની નોને પ્રોસેસિંંગ ક્ષેત્ર માટે રહેશે. ધોલેરા પોર્ટ માટે સરકારે ૨,૦૫૭ હેક્ટર જમીનની ફાળવણી કરી દીધી છે.હીં સેન્ઝેન સેઝની જેમ મેગા સેઝના નિર્માણ માટેની વિભાવના બ્લ્યુપ્રિન્ટમાં વ્યક્ત કરાઇ છે. આ વિસ્તાર વિવિધ પ્રકારના ઉદ્યોગોના મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે ઉત્તર પુરવાર થાય એવી ગણતરી છે. સમગ્ર વિસ્તારનો વીસ ટક ભાગ ખુલ્લો અને ગ્રીન રાખવામાં આવનાર છે.

અહીં બાયોટેક, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાયનાન્સિયલ સેવાઓ તેમજ અન્ય સેવાઓ, ટેક્સટાઇલ્સ, ગાર્મેન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, લેધર, રમકડાં અને રમતગમતના સાધનો, સિરામિક અને ટોયલેટરીઝ, પેકેજિંગ અને અન્ય એવા હળવા ઉદ્યોગો માટે રોકાણ થઇ શકશે.

સમગ્ર વિસ્તારનો વિકાસ એક ઉત્પાદન અને ટ્રેડિંગ હબ બનાવવાનો છે એમ કહીને સૂત્રો ઉમેરે છે કે અહીં રૂ.૪૪,૮૦૦ કરોડનુ રોકાણ થવાની ગણતરી છે. જેનાથી ૨.૫૦ લાખ લોકોને સીધી રોજગારી પ્રા થશે. ધોલેરા બંદર પણ ૧૫થી ૧૮ મીટરની ઊંડાઇ ધરાવતુ હોવાથી ગ્રીન ફિલ્ડ પોર્ટની સાથે શિપબિલ્ડીંગ માટે પણ સાનુકૂળ બની રહેશે. અહીં જ એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું ખાનગી ક્ષેત્રનુ અદ્યતન હવાઇ મથક પણ બનનાર છે. જ્યારે અમદાવાદ અને વડોદરાને જોડતી ફિડર રેલ લિંક ઊભી કરવાની જરૂર બ્લ્યુપ્રિન્ટમાં વ્યક્ત કરાઇ છે.
અસ્વીકરણ